નક્ષત્રોદય

બોલેલ મારો લઘુ એક શબ્દ
એના ખગોળે અથડાઈ ફાટ્યો;
અસંખ્ય સૂર્યોતણી ઉષ્ણ બાષ્પ
ફેલાઈ એના અવકાશમાં ને
ધીમે ઝમી પાંપણની ક્ષિતિજે
નક્ષત્ર નાનું ચમકી ઊઠ્યું ત્યાં.
આશ્ચર્યથી જોઈ રહ્યો હું એને:
નક્ષત્રોનો ઉદય શું થશે શબ્દશબ્દે જ આમ?

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.