108 દાઇગાકુ હોરિગુચી

આકાશી પાટી પર

ટિટોડી લખે છે જુઓ: ક ખ ગ.

સાગર આ ભૂખરું કો બીડ,

ધોળાં મોજાં – ઘેટાંઓની જાણે જામી ભીડ.

મુખમાં ખોસીને ચૂંગી ધુમાડાના ગોટાગોટ

કાઢે આગબોટ.

લટાર મારે છે વહાણ

ગુંજે છે કો સૂરીલું શું ગાન?

 

ક્ષિતિજ: માર્ચ, 1964


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.