4 કહે પ્રિય

 

અતિરેક સુખનો શું કરે મ્લાન તવ પક્ષ્મછાય?

કહે પ્રિય, કહે મને, જેથી મને સમજાય:

રાત ઢળવાને સમે વૃક્ષમૂળે કમ્પે છાંય

તેમ ઉર તારું શાને છાયાસમ નયને છવાય?

 

તારું મ્લાન મુખ કરે મ્લાન સર્વ પરિવેશ

કરુણ કપોતી મમ, કહે, શો છે વિષાદ આ નેત્રે તવ?

નિકટ તું સરી આવ, અડવા દે કપોલે કપોલ,

કહે મને, ફરી ફરી કહે: ‘સ્વર તારો નચાવે હૃદય મમ.’

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.