કપોલકલ્પિત

કપોલકલ્પિત
ના ના, પ્રિયે, હાલીશ ના જરા ય –
કપોલની મસૃણ રક્તિમા પરે
ઉતારવા થાક પડી ઘડીક
કો’ઓલવાયા ગ્રહ કેરી આહ!

આશ્ચર્યથી સ્તબ્ધ રહું નિહાળી:
આકાશી થાશે અહીં શી ચમત્કૃતિ?
એ ધારશે શું નવી કોઈ આકૃતિ
તારા કપોલે?

…ભયથી છળી મરી
ચૂમી લઉં છું તુજને ફરી ફરી!

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.