170 ચોર

 

જોયા કરું હું મધરાતને સમે

એ આવતો ચોરપગે લપાતો

ને મારી પાસે શિશુ પોઢતું જે

તેના પગેથી રજ સંપુટે લઈ

ચાલ્યો જતો તુષ્ટ થઈ સ્વધામે.

 

મેં એકદા હાથ ધરી લીધો ને

રોકી પૂછ્યું: ‘માખણચોર, આ તને

લાગી નવી શી લત ચોરવાની?’

એ ઓશિયાળો થઈને મને કહે:

 

‘બેઠી લઈ રૂસણું સત્યભામા:

‘ના પારિજાતે મન રીઝતું હવે;

લાવી દિયો સૌરભ એવી કે જે

ના નન્દને યે કદિ કોઈને મળે.’

 

હું ચૌદ લોકે બહુ શોધતો ફર્યો

ને તો ય ક્યાંયે નહિ તુષ્ટ હું થયો.

 

ત્યાં આ ધરાપે શિશુપાદલગ્ન

રજે મને વિહ્વળ સૌરભે કર્યો.

હું રોજ આવી કરું તેથી અર્ચના

એનું કરે તિલક સત્યભામા!’

મને થતું કે –

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.