તને ગણે નાથ તું ચૌદ લોકનો,
રે કિન્તુ પૂછું: કદિ જાણ્યું કે તેં
પાતાળ મારે રુધિરે છ કેટલાં?
ના તાગવા એ કદિ હામ ભીડજે,
બુદ્બુદ શો ક્યાં અટવાઈ જાશે!
ક્ષીરોદધિની રૂડી શેષ શય્યા,
ત્યાં માણ તું લક્ષ્મીની પાદસેવા.
તને ગણે નાથ તું ચૌદ લોકનો,
રે કિન્તુ પૂછું: કદિ જાણ્યું કે તેં
પાતાળ મારે રુધિરે છ કેટલાં?
ના તાગવા એ કદિ હામ ભીડજે,
બુદ્બુદ શો ક્યાં અટવાઈ જાશે!
ક્ષીરોદધિની રૂડી શેષ શય્યા,
ત્યાં માણ તું લક્ષ્મીની પાદસેવા.