તારા અને સૂકું ઘાસ
વાતો કરે બંને રાત્રિની શાન્તિમાં
મારી બાજુમાં માત્ર પવન
મને લાગતું’તું થોડું એકલવાયું
આથી ભળવા મથ્યો એ લોકોની વાતોમાં
ત્યાં એક તારો ખર્યો આકાશેથી
મેં એને શોધ્યો સૂકા ઘાસમાં
પણ મને એની કદી ન લાગી ભાળ.
જાગ્યો જ્યારે બીજી સવારે
મેં જોયું તો હૃદયમાં પથ્થર ભારે
ત્યાર પછી પૂછું હું દરરોજ મને
‘આ પથ્થર ક્યારે બનશે તારો?’
‘આ પથ્થર ક્યારે બનશે તારો?’