લોકસાહિત્ય અને કોપીરાઈટ

લોકસાહિત્યને વિશે જે કેટલીક ભ્રમણાઓ સેવાઈ રહેલ છે તેના ઉપર અજવાળું પાડવા માગું છું […] કોઈ પણ માણસના મોંમાંથી મળી જતી પંક્તિઓ લોકગીત કે લોકસાહિત્ય ઠરતી નથી. અક્કેક ગીતના એક કરતાં વધુ જુદાજુદા પાઠો [હોય છે.] લોકગીતનો ચોક્કસ વિશ્વસનીય પાઠ મુકરર કરવા માટે […] તે રીતની ચકાસણીઓ લાગુ કરવી પડે છે કેમ કે લોકસાહિત્યની કૃતિઓ નધણિયાતી વસ્તુઓ નથી. લોકસાહિત્યને લગતી મારી બે કથાઓ પરથી એક નાટક કંપનીએ વગર પરવાનગીએ નાટકો રચી ભજવેલાં, તેમની પાસે મેં લેખિતવાર મારા કોપીરાઈટનો સ્વીકાર કરાવેલો ને તેમની આથિર્ક અશક્તિને કારણે ફક્ત એક રૂપિયાની નામની પણ નુકસાની બે એક વર્ષ પર લીધી હતી.

[જન્મભૂમિ, 29-7-1937]

ઝવેરચંદ મેઘાણી

[‘પરિભ્રમણ’-1 (નવસંસ્કરણ,2009), પૃ. 596-98 પરથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.