આમ [લેખનકાર્યના] દરેક સમયે મને ખલેલ પહોંચતી રહે છે : [કોઈનો ફોન, કોઈ મળવા આવે, વગેરે]. પણ તોય આ બધા વચ્ચે હું લખવાનું ગોઠવી દઉં છું. એના માટે મારે ક્યાંય ભાગવું નથી પડતું. કેટલાક લેખકો કહે છે કે તેઓ એકાંત ટાપુ પર જ લખી શકે. એમ તો ખલેલ ન પહોંચે એ માટે તેઓ ચંદ્ર પર પણ જઈ શકે છે. હું તો માનું છું કે આમ ખલેલ પડવી એ જીવનનો એક ભાગ છે. અને ક્યારેક તો આમ અવરોધ પહોંચે તેનાથી ફાયદો પણ થાય છે. જ્યારે તમે બીજા કશાકમાં વ્યસ્ત હો છો ત્યારે તમારો પરિપ્રેક્ષ્ય બદલાય છે, કે તમારી ક્ષિતિજ વિસ્તરે છે. એટલે બીજા લેખકો કહે છે એવી શાંતિમાં મેં ક્યારેય લખ્યું નથી, પણ છતાં હું કહેતો રહીશ કે ગમે તેટલા અવરોધ વચ્ચે લખવાથી કંઈ ફરક પડતો નથી.
ઈઝાક બાશેવિસ સિંગર
[અનુ. શરીફા વીજળીવાળા, ‘વાર્તાસંદર્ભ’ (2001), પૃ. 21]