શબ્દ એક એવો ઘોડો છે જે જરીકમાં પાડી નાખે. ઘણીવાર પ્રશ્ન થાય કે શબ્દ સાથે ક્યાં પનારું પાડ્યું. આના કરતાં કહો કે, સુથાર થયા હોય તો કેવું! પણ પછી થાય છે કે ખુરશીના પાયા બરોબર ન કર્યા હોય તો ગ્રાહક આવીને આપણા માથામાં મારે તોપણ એને અધિકાર છે. વિવેચકો […] છેવટે તો અહિંસક છે. રચનાકારે પોતે જ શબ્દને – શબ્દલયને વફાદારીપૂર્વક એને યોગ્યતમ સ્વરૂપે સ્થાપવો રહ્યો. જમાનાના આશીર્વાદરૂપે જે અનેકવિધ ઉત્તમ કવિતાનો ભાવક તરીકે આનંદ મેળવ્યો છે તેણે ભીતર સર્જકના કાનમાં એટલું જ કહ્યું છે : જોજે હોં, તને વાંચવા પ્રેરાય તેની તારે હાથે વંચના ના થાય.
ઉમાશંકર જોશી
[‘થોડુંક અંગત’, (સંપા. સ્વાતિ જોશી, 1999)-માંથી]