એવો અનુભવ આવે
જેની અઁખિયાં ઝાંય બતાવે. –
હાથ રહે છે ખુલ્લા, એને
મુઠ્ઠી હવે ન ફાવે,
શ્વાસે શ્વાસે કોણ અંતરે
મોતનમાળ બનાવે?
મરજીવાને રંગ ચડ્યો છે,
કાંઠા બધા ડુબાવે. —
ખુલ્લામાં છે ઝરમર ઝરમર
કોણ રહે અહીં ઘરમાં?
ભલે ભીંજાતી કોરી માટી,
મઘમઘશે થર થરમાં!
વાંસલડીને વાણ ફૂટી છે,
ગો-કુલ સકલ નચાવે. –
કોઈ ભીતરમાં તલ ભેદીને,
સૂતાં ઝરણ જગાવે,
કોઈ ઘાટ પર આવી ઘટમાં
નભગંગા પ્રગટાવે,
એવી આજે લ્હેર ચઢી જે,
મૂળથી મને ઉઠાવે. –
(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૧૦૧)