ચંદ્રકાન્ત શેઠ-જીવનવહી અને સાહિત્યસર્જન

ચંદ્રકાન્ત શેઠ

(નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ)

જીવનવહી અને સાહિત્યસર્જન

ઊર્મિલા ઠાકર

જીવનવહી

૧૯૩૮ જન્મ: ૩જી ફેબ્રુઆરી

જન્મસ્થળ: કાલોલ (જિ. પંચમહાલ)

વતન: ઠાસરા (જિ. ખેડા)

માતા: સરસ્વતીબહેન

પિતા: ત્રિકમલાલ માણેકલાલ શેઠ

અભ્યાસ:બાળમંદિર, હાલોલ
ધોરણ ૧થી ૪ કણજરી (તા. હાલોલ)
ધોરણ ૫થી ૭ હાલોલ
ધોરણ ૮થી ૧૧ પ્રોપરાઈટરી હાઈસ્કૂલ,
કાંકરિયા, અમદાવાદ

૧૯૫૮ બી. એ. ગુજરાત કૉલેજ, અમદાવાદ
(શ્રી અનંતરાય રાવળ, શ્રી ધીરુભાઈ ઠાકર તથા આઈ કે. દવે જેવા વિદ્વાન અધ્યાપકો મળ્યા.)

૧૯૫૮-૫૯ હાલોલ હાઈસ્કૂલમાં (છએક માસ) નોકરી

૧૯૫૯ એમ.એ., ગુજરાતી વિભાગ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર (પરીક્ષા ન આપી.)

૧૯૬૦ યુનિયન હાઈસ્કૂલ, ભરૂચમાં નોકરી

૧૯૬૧ એમ.એ., ભાષાભવન, ગુજરાત યુનિવર્સિટી (સાથે સાથે મીટર રીડરની નોકરી)

૧૯૬૧ ૯મી ડિસેમ્બર, મુદ્રિકાબેન શાહ સાથે લગ્ન

૧૯૬૧-૬૨ સેંટ ઝેવિયર્સ કૉલેજમાં વ્યાખ્યાતા (પાર્ટટાઇમ)

૧૯૬૨-૬૩ કપડવંજ કૉલેજમાં વ્યાખ્યાતા (પૂર્ણસમય)

૧૯૬૩ ૨૫મી એપ્રિલ, પુત્રી વંદનાનો જન્મ

૧૯૬૩-૬૬ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (પૂર્ણસમયના વ્યાખ્યાતા)

૧૯૬૪ ૨૮મી ઑગસ્ટ, પુત્ર અભિજાતનો જન્મ

૧૯૬૪ ‘કુમાર’ ચંદ્રક — કવિતા માટે

૧૯૬૬-૭૨ ભક્તવલ્લભ ધોળા કૉલેજમાં (પૂર્ણસમયના) વ્યાખ્યાતા

૧૯૬૮ ૧૬મી ડિસેમ્બર, પુત્રી રુચિરાનો જન્મ

૧૯૭૨ પ્રાધ્યાપક, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (પૂર્ણસમય)

૧૯૭૨ ૧૫મી એપ્રિલ, માતા સરસ્વતીબહેનનું અવસાન

૧૯૭૨ ગુજરાત સરકારનું પારિતોષિક (પ્રથમ)ઃ ‘પવનરૂપેરી’ માટે

૧૯૭૩ ચંદ્રશેખર ઠક્કુર પારિતોષિક (દ્વિતીય): કવિતા માટે

૧૯૭૪ ગુજરાત સરકારનું પારિતોષિક (પ્રથમ): ‘ઊઘડતી દીવાલો’ માટે

૧૯૭૬ ગુજરાત સરકારનું પારિતોષિક (પ્રથમ): ‘કાવ્યપ્રત્યક્ષ’ માટે

૧૯૭૮ ગુજરાત સરકારનું પારિતોષિક (તૃતીય) : ‘અર્થાન્તર’ માટે

૧૯૭૯ ગુજરાત સરકારનું પારિતોષિક (દ્વિતીય) ‘રામનારાયણ  વિ. પાઠક’ માટે

૧૯૭૯ પીએચ.ડી. (વિદ્યાવાચસ્પતિ) : વિષય : ‘ઉમાશંકર જોશી: સાહિત્યસર્જક અને વિવેચક’

૧૯૮૦ ગુજરાત સરકારનું પારિતોષિક (પ્રથમ): ‘નંદ સામવેદી’ માટે

૧૯૮૦ ગુજરાત સરકારનું પારિતોષિક (દ્વિતીય) ‘ચાંદલિયાની ગાડી’ માટે

૧૯૮૦-૮૨ સહ-સંપાદક, ગુજરાતી સાહિત્યકોશ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ

૧૯૮૨-૮૪ નિયામક, ક. લા. સ્વાધ્યાય મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ (ગૂજરાત વિદ્યાપીઠમાંથી લીઅન પર આવ્યા)

૧૯૮૨-૮૪ માનાર્હ સંપાદક, ગુજરાતી સાહિત્યકોશ

૧૯૮૩ નર્મદસુવર્ણચંદ્રક, ‘પડઘાની પેલે પાર’ માટે

૧૯૮૩ ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક (દ્વિતીય) : ‘સ્વપ્નપિંજર’ માટે

૧૯૮૪ મંત્રી, ગુજરાત અધ્યાપક સંઘ

૧૯૮૪-૮૫ ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક: ‘ધૂળમાંની પગલીઓ’ માટે

૧૯૮૫ રણજિતરામ સુવર્ણચંદ્રક

૧૯૮૬ સાહિત્ય અકાદમી, દિલ્હી-નૅશનલ ઍવૉર્ડઃ ‘ધૂળમાંની પગલીઓ’ માટે

૧૯૮૬ બળવંતરાય ઠાકોર પારિતોષિકઃ ‘કવિલોક’ તરફથી કવિતા માટે

૧૯૮૬ ૧૨મી ડિસેમ્બર, પુત્રી રુચિરાનું અવસાન

૧૯૮૬-૮૭ ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રકઃ ‘પડઘાની પેલે પાર’ માટે

૧૯૮૬-૮૭ ઉશનસ્ પારિતોષિકઃ ‘પડઘાની પેલે પાર’માંની દીર્ઘ રચના માટે

૧૯૮૭ સહસંપાદક (નિરંજન ભગત સાથે), સાહિત્યકારોના અવાજના ધ્વનિમુદ્રણ અંગેની યોજના, સારાભાઈ પ્રતિષ્ઠાન, અમદાવાદ

૧૯૮૯ સભ્ય, શ્રેયસ સલાહકાર સમિતિ, શ્રેયસ ફાઉન્ડેશન

૧૯૮૯-૯૦ રાષ્ટ્રીય પ્રાધ્યાપક (National Lecturer)

૧૯૯૦-૯૧ જ્યોતીન્દ્ર હ. દવે (હાસ્ય) પારિતોષિકઃ ‘હેત અને હળવાશ’ માટે

૧૯૯૧ ૩૦મી મે, પિતાશ્રી — ત્રિકમલાલ શેઠનું અવસાન

૧૯૯૩ યુનિવર્સિટી પ્રતિનિધિ સભ્ય, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર

૧૯૯૭-૯૮ પ્રમુખ, ગુજરાતી અધ્યાપક સંઘ

૧૯૯૮ સભ્ય, ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ માટેની પરામર્શક સમિતિ

૧૯૯૮ ૨જી ફેબ્રુઆરી, ગૂજરાત વિદ્યાપીઠમાંથી નિવૃત્ત

૧૯૯૮ ૧લી માર્ચ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં જોડાયા.

૧૯૯૮-૯૯ ચંદ્રકાન્ત ન. પંડ્યાપ્રેરિત શ્રેષ્ઠ લેખ માટેનું પારિતોષિકઃ ‘થોડું અંગત’ : ઉમાશંકરની આંતરછવિ માટેનો એક આધારગ્રંથ: એ લેખ (‘પરબ’ ઓગસ્ટ) માટે

૧૯૯૮-૯૯ રામપ્રસાદ પ્રેમશંકર બક્ષી (સાહિત્યશાસ્ત્ર) પારિતોષિક ‘સાહિત્ય: પ્રાણ અને પ્રવર્તન’ માટે

૧૯૯૯ વિદેશયાત્રા-ઇંગ્લેન્ડ

૧૯૯૯ વિદેશયાત્રા — ફ્રાન્સ (પૅરિસ)

૧૯૯૯ સભ્ય, ‘વિદ્યાપીઠ’ સંપાદક મંડળ

૨૦૦૦ શ્રી અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ

૨૦૦૧ શ્રી નટવરલાલ માલવી (બાળસાહિત્ય) પારિતોષિકઃ ‘હું તો ચાલુ મારી જેમ’ માટે

૨૦૦૨ વિદેશયાત્રા — યુગાન્ડા, કેન્યા, અમેરિકા

૨૦૦૩ ચિમનલાલ ત્રિવેદીપ્રેરિત ન્હાનાલાલ અને રા. વિ. પાઠક શ્રેષ્ઠ કાવ્ય પારિતોષિક ‘ગીધડાં’ (‘પરબ’, જુલાઈ) માટે

૨૦૦૪ વિદેશયાત્રા-કેન્યા

૨૦૦૪-૦૫ કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યા
(મૌલિક ગીતસંગ્રહ) પારિતોષિક, ‘ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય’ માટે

૨૦૦૫ આદ્યકવિશ્રી નરસિંહ મહેતા એવોર્ડ (પૂ. મોરારિબાપુ- પ્રેરિત)

૨૦૦૬ ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર

૨૦૦૭ વિદેશયાત્રા — ઇજિપ્ત

૨૦૦૭ સારસ્વત ગૌરવ પુરસ્કાર (વિદ્યા વિકાસ ટ્રસ્ટ તરફથી)

૨૦૧૦ સચ્ચિદાનંદ સન્માન (ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી)

૨૦૧૪ વિદેશયાત્રા — સિંગાપોર

૨૦૧૫-૧૬ પ્રેમાનંદ સુવર્ણચંદ્રક (પ્રેમાનંદ સાહિત્યસભા તરફથી)

૨૦૧૬ લાઇફ ટાઇમ ઍચિવમેન્ટ ઍવૉર્ડ (હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા — નડિયાદ તરફથી)

૨૦૧૬ વિનોદ નિઓટિઆ કાવ્યમુદ્રા એવોર્ડ

૨૦૧૭ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ઍવૉર્ડ

(સર્જનાત્મક લેખન માટે) (દર્શક ફાઉન્ડેશન તરફથી)

૨૦૧૮ સાહિત્ય અકાદમી, દિલ્હીનો ઍવૉર્ડ (બાળકિશોર સાહિત્ય માટે)

કેટલોક સમય

સાહિત્યિક અધિવેશનોમાં પ્રમુખની ભૂમિકા

સભ્ય, કેન્દ્રીય સાહિત્ય અકાદમી, દિલ્હી

સલાહકાર, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક સંશોધન અને તાલીમ કેન્દ્ર, અમદાવાદ દ્વારા ચાલતા કેટલાક પ્રકલ્પો માટે

સલાહકાર, ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર

સલાહકાર અને કન્વીનર, ગુજરાતીનો ફાઉન્ડેશન કોર્સ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી, નવી દિલ્હી

મંત્રી, ગુજરાત સાહિત્યસભા

સાહિત્યસર્જન

કવિતા

૧૯૭૨ પવનરૂપેરી

૧૯૭૪ ઊઘડતી દીવાલો

૧૯૮૬ પ્રૌઢશિક્ષણ ગીતમાળા

૧૯૮૭ પડઘાની પેલે પાર

૧૯૯૦ ગગન ખોલતી બારી

૧૯૯૦ સાક્ષરતાના ગીતો

૧૯૯૬ એક ટહુકો પંડમાં

૧૯૯૯ શગે એક ઝળહળીએ

૨૦૦૪ ઊંડાણમાંથી આવે, ઊંચાણમાં લઈ જાય

૨૦૦૫ જળ વાદળ ને વીજ

૨૦૦૮ ગગન ધરા પર તડકા નીચે

૨૦૦૮ ભીની હવા, ભીના શ્વાસ

૨૦૧૨ ચિદાકાશનાં ચાંદરણાં

૨૦૧૫ હદમાં અનહદ

એકાંકી

૧૯૮૩ સ્વપ્નપિંજર

ટૂંકીવાર્તા

૧૯૯૫ એ બાલ્કનીવાળી છોકરી અને…

હાસ્યકથા

૧૯૯૧ એ અને હું

નિબંધસાહિત્ય

૧૯૮૦ નંદ સામવેદી

૧૯૮૬ ચહેરા ભીતર ચહેરા

૧૯૯૦ હેત અને હળવાશ

૧૯૯૫ વહાલ અને વિનોદ

૧૯૯૬ વાણીનું સત વાણીની શક્તિ

૧૯૯૭ ગુણ અને ગરિમા

૨૦૦૫ કાંકરીચાળો ને પથ્થરમારો

૨૦૦૫ હળવી કલમનાં ફૂલ

૨૦૧૧ અખંડ દીવા

૨૦૧૩ રૂડી જણસો જીવતરની

૨૦૧૫ અત્તરની સુવાસ

૨૦૧૫ દીવે દીવે દેવ

૨૦૧૬ આપણું અત્તર આપણી સુવાસ

ચરિત્રાત્મક લેખો

૧૯૯૨ ગુજરાતની અસ્મિતાના જ્યોતિર્ધરો

૧૯૯૬ ધરતીના ચાંદ, ધરતીના સૂરજ

૨૦૦૯ ગાંધીજીનાં પ્રેરણાતીર્થો

૨૦૦૯ સારસ્વતવંદના

૨૦૧૦ કવિ ઉમાશંકર જોશી

સંસ્મરણો

૧૯૮૪ ધૂળમાંની પગલીઓ

વિવેચન-સંશોધન

૧૯૭૩ ગુજરાતીમાં વિરામચિહ્નો (મોહનભાઈ શં. પટેલ સાથે)

૧૯૭૬ કાવ્યપ્રત્યક્ષ

૧૯૭૮ અર્થાન્તર

૧૯૭૯ રામનારાયણ વિ. પાઠક (ગ્રંથ અને ગ્રંથકાર શ્રેણી-૧૯)

૧૯૮૪ આય્રનીનું સ્વરૂપ અને તેનો સાહિત્યમાં વિનિયોગ

૧૯૮૪ સ્વામીનારાયણ સંતકવિતા: આસ્વાદ અને અવબોધ

૧૯૮૬ કવિતાની ત્રિજ્યામાં

૧૯૯૦ કાન્ત

૧૯૯૨ ઉમાશંકર જોશી વ્યાખ્યાનમાળા: ૩ (ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઉપક્રમે ઉમાશંકર જોશીનાં પદ્યનાટકો વિશે વ્યાખ્યાનો)

૧૯૯૩ ભક્તકવિશ્રી નરસિંહ મહેતા: ભક્તકવિતાનું સાતત્ય અને સિદ્ધિ (સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે અપાયેલાં વ્યાખ્યાનો)

૧૯૯૪ મહાદેવભાઈ દેસાઈ: સત્ત્વ અને સાધના (સ્વ. અનંતરાય મ. રાવળ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનો)

૧૯૯૬ ગુજરાતી ગામનામસૂચિ

(ભાષાકીય પરિપ્રેક્ષ્યમાં વિશ્લેષણ અને વર્ગીકરણ સહિત)

૧૯૯૮ સાહિત્ય: પ્રાણ અને પ્રવર્તન

૧૯૯૮ સ્વામી આનંદ

૨૦૦૨ શબ્દ દેશનો, શબ્દ વિદેશનો

૨૦૦૩ ઉમાશંકર જોશીઃ ઝલક અને ઝાંખી

૨૦૦૪ કવિતા: પંથ અને પગલાં

૨૦૦૫ સાહિત્ય: તેજ અને તાસીર

૨૦૦૬ આપણાં કાવ્યરત્નો: ઉઘાડ અને ઉજાશ

૨૦૦૬ કવિ અને કવિતા: કર્મ અને મર્મ

૨૦૦૬ સાહિત્યઃ પ્ર-ભાવ અને પ્રતિ-ભાવ

૨૦૦૭ સાહિત્યમાં સાત્ત્વિકતા અને અન્ય લેખો

૨૦૦૮ ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ (ખંડ-૧: કાવ્યસર્જન)

૨૦૦૮ ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ (ખંડ-૨ઃ ગદ્યસર્જન)

૨૦૦૮ ઉમાશંકર જોશીનો વાગ્વૈભવ (ખંડ-૩ઃ વિવેચન)

૨૦૦૯ કવિતા: ચાક અને ચકવા

૨૦૧૦ આપણું કાવ્યસાહિત્ય: પ્રકૃતિ અને પ્રવાહ

૨૦૧૦ સર્જક-પ્રતિભાશ્રેણી: ઉમાશંકર જોશી (સંક્ષેપ: ડૉ. પ્રફુલ્લ રાવલ)

૨૦૧૫ કાવ્યાનુભવ

૨૦૧૬ પ્રેમાનંદનું ભાષાકર્મ

૨૦૧૬ સાહિત્ય, સંસ્કૃતિ અને સમાજના પરિસરમાં

અનુવાદ/રૂપાન્તર

૧૯૬૭ પંડિત ભાતખંડે

૧૯૭૮ મલયાસમ સાહિત્યની રૂપરેખા

૧૯૯૪ આઠમની રાત

૧૯૯૫ આનું નામ જિંદગી

૧૯૯૫ લખમી (નવસાક્ષર સાહિત્યમાળા માટે ધૂમકેતુની વાર્તાનું રૂપાન્તર)

૧૯૯૫ लखमी (‘લખમી’નો હિન્દીમાં અનુવાદ, અનુ. ગીતા જૈન)

સંપાદનકાર્ય

૧૯૭૩ બૃહદ ગુજરાતી કાવ્યપરિચય ભાગ ૧ અને ૨ (મોહનભાઈ શં. પટેલ સાથે)

૧૯૭૩ બૃહદ ગુજરાતી ગદ્યપરિચય ભાગ ૧ અને ૨
(મોહનભાઈ શં. પટેલ સાથે)

૧૯૭૭ ભાષા-સાહિત્ય દ્વારા રાષ્ટ્રીય એકતા
(મોહનભાઈ શં. પટેલ સાથે)

૧૮૭૯ દામ્પત્યમંગલ (મગનભાઈ જો. પટેલ સાથે)

૧૯૮૧ માતૃકાવ્યો (યશવંત શુક્લ સાથે)

૧૯૮૨ અધીત-૬ (સોમાભાઈ પટેલ તથા વસંત દવે સાથે)

૧૯૮૩ સંખ્યાનિર્દેશક શબ્દસંજ્ઞાઓ

૧૯૮૬ પુષ્ટિદર્શન (આચાર્ય શ્રી વ્રજરાયજીનાં પ્રવચનો)

૧૯૮૯ હેમચંદ્રાચાર્ય (નરોત્તમ પલાણ તથા ભોળાભાઈ પટેલ સાથે)

૧૯૯૧-૯૨ પુષ્ટિપદમાધુરી

૧૯૯૫ યુગદ્રષ્ટા ઉમાશંકર જોશી (રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ અને ધીરુ પરીખ સાથે)

૧૯૯૬ आधुनिक गुजराती कवितायें (કિશોર કાબરા સાથે)

૧૯૯૭ અધીત: પ્રમુખીય પ્રવચનો (જયદેવ શુક્લ, ભરત મહેતા તથા જગદીશ ગુર્જર સાથે)

૧૯૯૮ ગૂર્જર અદ્યતન કાવ્યસંચય (યોગેશ જોષી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે)

૧૯૯૮ ગૂર્જર ગઝલસંચય (યોગેશ જોષી સાથે)

૧૯૯૮ ગૂર્જર ગીતસંચય (યોગેશ જોષી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે)

૧૯૯૮ ગૂર્જર પ્રણય કાવ્યસંચય (યોગેશ જોષી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે)

૧૯૯૮ પ્રિયકાન્ત મણિયારનાં કાવ્યો

૧૯૯૮ પ્રત્યાયન: સ્વાતંત્ર્ય સુવર્ણજયંતી વિશેષાંક (અન્ય સાથે)

૧૯૯૯ પ્રત્યાયન: સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય વિશેષાંક (અન્ય સાથે)

૨૦૦૦ અમરગીતો

૨૦૦૦ ચૂંટેલી કવિતા: સુન્દરમ્

૨૦૦૦ મનહરિયત

૨૦૦૨ સુન્દરમ્ની શ્રેષ્ઠ વાર્તાઓ

૨૦૦૨ સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી ગીતસંચય (હરિકૃષ્ણ પાઠક સાથે)

૨૦૦૩ શિક્ષણધર્મી અને શબ્દમર્મી આચાર્ય શ્રી મોહનભાઈ શં. પટેલ (ચિનુ મોદી અને દલપત પઢિયાર સાથે)

૨૦૦૪ ખખડતી ખેંચે કવિતા કોણ?
(ચૂંટેલી કવિતા: લાભશંકર ઠાકર)

૨૦૦૪ ગૂર્જર કાવ્યવૈભવ (ચીમનલાલ ત્રિવેદી સાથે)

૨૦૦૪ સ્વામી આનંદ: નિબંધવૈભવ

૨૦૦૫ પડઘા અને પડછાયા વચ્ચે (ચૂંટેલા કાવ્યો: ચન્દ્રકાન્ત શેઠ)

૨૦૦૭ કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ-૨: ખંડ-૨ અને ૩ (હરિસંહિતા)

૨૦૦૭ વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ તથા ઊર્મિલા ઠાકર સાથે)

૨૦૦૭ સવ્યસાચી સારસ્વત (ભોળાભાઈ પટેલ, મધુસૂદન પારેખ, કુમારપાળ દેસાઈ તથા પ્રવીણ દરજી સાથે)

૨૦૦૮ પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક (ખંડ-૧: મધ્યકાળ)

૨૦૦૮ માધવ રામાનુજનાં કાવ્ય

૨૦૦૮ યુગવંદના

૨૦૦૮ શબ્દને અજવાળે

૨૦૦૯ પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક (ખંડ-૨, ગુચ્છ-૧: અર્વાચીન યુગ)

૨૦૦૯ યાદી ભરી ત્યાં આપની

૨૦૦૯-૧૯ ગુજરાતી બાળ વિશ્વકોશ (ભાગ ૧થી ૯)

૨૦૧૨ ચૂંટેલી કવિતા: પ્રહ્લાદ પારેખ

૨૦૧૬ ચૂંટેલી કવિતા: ઝવેરચંદ મેઘાણી

૨૦૧૬ રામનારાયણ વિ. પાઠક ‘દ્વિરેફ’ની શ્રેષ્ઠ વાર્તાઓ

— હાલ સહસંપાદક, ગુજરાતી વિશ્વકોશ અને

મુખ્ય સંપાદક, ગુજરાતી બાળવિશ્વકોશ

સામયિક સંપાદન

૧૯૮૪-૧૯૮૫ ગુજરાતી સાહિત્ય પરિષદનું ત્રૈમાસિક સંશોધનપત્ર ‘ભાષાવિમર્શ’

૧૯૮૮-૯૮ ‘પરબ’ ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર

‘સમકાલીન’, ‘મુંબઈ સમાચાર’, ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ (ગુજરાતી) તેમજ ‘ગુજરાત સમાચાર’ દૈનિકોમાં કેટલોક સમય સાહિત્યિક-લલિત-હળવી લેખન- કટારોનું લેખન-સંપાદન

બાળસાહિત્ય

કવિતા

૧૯૮૦ ચાંદલિયાની ગાડી

૨૦૦૧ ઘોડે ચડીને આવું છું…

૨૦૦૧ હું તો ચાલું મારી જેમ!

વાર્તા

૨૦૧૨ અનિલનો ચબૂતરો

૨૦૧૨ કીડીબાઈએ નાત જમાડી!

૨૦૧૨ જેવા છીએ, રૂડા છીએ

૨૦૧૨ ઝાંઝરભાઈને જડ્યા પગ…

સંપાદન

૨૦૦૫ સમગ્ર બાલકવિતા: સુન્દરમ્
ભાગ-૧ રંગ રંગ વાદળિયાં
ભાગ-૨ ચક ચક ચકલાં
ભાગ-૩ આ આવ્યાં પતંગિયાં
ભાગ-૪ ગાતો ગાતો જાય કનૈયો
ભાગ-૫ સોનેરી શમણાં સોનલનાં (૨૦૦૬)
(મનહર મોદી તથા શ્રદ્ધાબહેન ત્રિવેદી સાથે)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.