૮. પંખી

પંખી કો’ આંધળું,
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખથી સ્હેજ ઊડી–પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.

(પવન રૂપેરી, ૧૯૭૨, પૃ. ૬૧)

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.