૧૧૩. વિશ્વકોશ-ગીત

[1]

અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે…
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું વિશ્વ વિકાસિત કરે…

શબ્દ-પ્રકાશે અર્થ-ઉજાશે,
તર્ક-મર્મના સહજ વિકાસે,
જ્ઞાનામૃત નિર્ઝરે…
અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે…

ધન્ય ગુર્જરીની શુભ દૃષ્ટિ,
વિશ્વકોશની એવી સૃષ્ટિ :
તમસ-તાપ સંહરે…
અંતરે સુખ સમજણનું ઠરે…

રેવા-જળ-શી શક્તિદાયિની,
સત્ય-સંમુદા-મુક્તિદાયિની!
‘વિશ્વવિહાર’ જ કરે…
શીલ-સત્ત્વ સંભરે…
ગુર્જરી વિશ્વરૂપને વરે!…

(હદમાં અનહદ, ૨૦૧૭, પૃ. ૧૧૧)


  1. ‘ગુજરાતી વિશ્વકોશ’નું કાર્ય કરતી સંસ્થા માટેનું ગીત

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.