હું તો ચાલું મારી જેમ!

પપ્પા ચાલે સાવજ જેમ,
કાકા ચાલે કૂકડા જેમ,
મમ્મી ચાલે ઝરમર જેમ,
હું તો ચાલું મારી જેમ!

મામા ચાલે હાથી જેમ,
માસા ચાલે મર્કટ જેમ,
બાંધવ ચાલે કલકલ જેમ,
હું તો ચાલું મારી જેમ!

ઉમેશ ચાલે ઊંટની જેમ,
સુરેશ ચાલે સસલા જેમ,
બ્હેની ચાલે ફરફર જેમ,
હું તો ચાલું મારી જેમ!

બીના ચાલે બિલ્લી જેમ,
હીરા ચાલે હંસી જેમ,
ઈશ્વર ચાલે સૌની જેમ,
હું તો ચાલું મારી જેમ!

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.