સમજણ તે આપણા બેની

તારી તે હોડી ને મારાં હલેસાં છે,
દરિયો તે આપણા બેનો;
તારી તે ગાડી ને મારા છે ઘોડલા,
રસ્તો તે આપણા બેનો.

તારા બળદ અને મારાં હળલાકડાં,
ખેતર તે આપણા બેનું;
તારો તે ચાંદલો ને મારો સૂરજ છે,
આખું નભ આપણા બેનું.

તારું છે ફૂલ ને મારું પતંગિયું,
મધુરપ તે આપણા બેની;
તારી તે વાટ અને મારું છે તેલ મહીં,
જ્યોતિ તે આપણા બેની.

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.