મા, મારી મુઠ્ઠી તો ખોલ

મા, પીળું પતંગિયું થાઉં,
મા, ફૂલ ફૂલ બેસું ને ગાઉં.

મા, વાયારામાં વેરું હું વ્હાલ,
મા, ડાળ ડાળ હિલ્લોળાં ખાઉં.

મા, પ્હોળા પસારીને હાથ,
પણે વાદળામાં પથરાતો જાઉં.

મા, હરણાની ચાલીને ચાલ,
ઓલા ચાંદાની ગોદમાં લપાઉં.

મા, મારી મુઠ્ઠી તો ખોલ,
તારે જોવું જે હોય તે બતાવું.

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.