દોડે – કૂદે – ઊડે

દોડે દોડે

ઉંદર દોડે
બિલ્લી દોડે
બિલ્લી પાછળ કુત્તો દોડે
ઊંટ દોડે
ઘોડો દોડે
ઘોડા પાછળ ગાડી દોડે;

સાઇકલ દોડે
સ્કૂટર દોડે
સ્કૂટર પાછળ મોટર દોડે
મોટર પાછળ મોટા દોડે
મોટા પાછળ છોટા દોડે
બચુબાઈનાં પગલાં દોડે
બચીબ્હેનની પગલી દોડે.

કૂદે કૂદે

સસલું કૂદે
વાનર કૂદે
હરણું કૂદે
ઝરણાની માછલીઓ કૂદે

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.