થાય?

તડકાનું મા ઝભલું થાય?
ચાંદરણાની ચાદર થાય?

વાદળના ઓ પૉલ ઘણા;
એમાંથી શું તાર વણાય?

ઝાકળ અમને ઘણું ગમે;
એનાં તગતગ મોતી થાય?

ભૂરું ભૂરું આભ ગમે;
આભ અમારી આંખો થાય?

ઝરણું રૂમઝૂમ ઝણકે છે;
એ ઝરણાંનું ઝાંઝર થાય?

સરવર મીઠું ચમકે છે;
એ ચમકારે સવાર થાય?

 

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.