છોકરાં રે!

છોકરાં રે!
ઓ…રે!

સૂતાં છો કે જાગતાં?
જાગતાં!
બેઠાં છો કે ચાલતાં?
ચાલતાં!
ચાલતાં કે દોડતાં?
દોડતાં!
દોડતાં કે કૂદતાં?
કૂદતાં!
કૂદતાં કે નાચતાં?
નાચતાં!
ખૂબ ખૂબ નાચજો
અમનેયે નચાવજો.

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.