કામ છે!

અમથી અમથી ગાતી જઉં: કામ છે!
અમથી અમથી નાચી લઉં: કામ છે!

અડું ફૂલને ફરી ફરી: કામ છે!
પતંગિયામાં મળી પરી: કામ છે!

જલને રેલે વ્હેતી જઉં: કામ છે!
વાદળને કંઈ ક્
હેતી જઉં: કામ છે!

બેઠી બેઠી દેખું પ્હાડ: કામ છે!
સૂતી સૂતી દેખું આભ: કામ છે!

હવા અડે ને પીંછું થઉં: કામ છે!
ટહુકો સુણતાં પંખી થઉં: કામ છે!

કીડી ક્હે છે: સાથે ચાલ: કામ છે!
ચાંદો ક્
હે: ચાંદરણાં ઝાલ: કામ છે!

અમથી અમથી હસ્યાં કરું: કામ છે!
અમથી અમથી રડ્યાં કરું: કામ છે!

અમથી અમથી ભૂલી પડું: કામ છે!
અમથી અમથી જડ્યાં કરું: કામ છે!

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.