આવ્યાં અમે

ડ્રાંઉં ડ્રાંઉં દેડકાં, આવ્યાં અમે;
કૂદવાનો દાવ તે બતાવો તમે.

મ્યાઉં મ્યાઉં બિલ્લી, આવ્યાં અમે;
ચાતુરી ચાલ તે બતાવો તમે.

ઘૂ ઘૂ કબૂતર, આવ્યાં અમે;
ભોટભાઈ ભોળા બતાવો તમે.

ચીં ચીં ઓ ચકલી, આવ્યાં અમે;
કજિયાળી કાકી બતાવો તમે.

બેં બેં ઓ બકરી, આવ્યાં અમે;
બીકણની પૂંછડી બતાવો તમે.

હાઉવાઉ ડાઘિયા, આવ્યાં અમે;
કોણ કોણ આપણાં બતાવો તમે.

કૂકડે રે કૂક, કોણ? કૂકડા તમે?!
રમવા સમયસર આવ્યાં અમે.

કીડી કે બાઈ, નહીં બોલ્યાં તમે,
તમને પણ રમવામાં રાખશું અમે!

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.