ગોળ ગોળ ગોળ

‘ગોળો’ જેનું નામ, ગબડે ગોળ ગોળ ગોળ!
દડી-દડા ઊછળતાં દોડે ગોળ ગોળ.

ભમ ભમ ભમે ભમરડો, ગોળ ગોળ ગોળ,
ચાકે ચડી ચકરડી ચાલે ગોળ ગોળ.

પવને ફરે ફરકડી: ગોળ ગોળ ગોળ,
પાટે વાટે દોડે પૈડું ગોળ ગોળ.

ઘુમાવે ચગડોળ, ગોળ ગોળ ગોળ
કૂવે રેંટ ચાલે, તે પણ ગોળ ગોળ.

સમય સરે ઘડિયાળે: ગોળ ગોળ ગોળ,
બળદ ખેંચતા ઘાણી ઘૂમે ગોળ ગોળ.

નવે ગ્રહોની માળા: ગોળ ગોળ ગોળ,
એમ જ રાસલીલા પણ રમાય ગોળ ગોળ.

મીંડા જેવો હુંયે લસરું ગોળ ગોળ ગોળ,
ફેરફુદરડી ફરતાં દેખું સઘળું ગોળ ગોળ.

*

License

શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ Copyright © by સંપાદકો: યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી, ઊર્મિલા ઠાકર. All Rights Reserved.