સામ્પ્રત બ્રિટિશ કવિતાની ઓળખ – હરદીપસિંહ ગોહિલ

Best of British Poetry 2015 – Ed. Amily Berry

Salt Publishing Co. Norfolk, U.K. 2016

એમિલી બેરી (જ. 1981) એક ફ્રી લાન્સ લેખિકા છે. લેખક-સંપાદક તરીકે એમને 2008ના એરિક ગ્રેગરી એવોર્ડ ઉપરાંત કેટલાક એવોર્ડ મળેલા છે.

‘બેસ્ટ ઓફ બ્રિટિશ પોએટ્રી 2015’ વર્ષ દરમ્યાન વિવિધ સાહિત્યિક સામયિકો તેમજ વેબ મૅગેઝિનોમાં પ્રકાશિત થયેલી કવિતામાંથી ઉત્તમ લાગેલી કવિતાઓનું સંપાદન છે ને સંપાદકે કાવ્યો સાથે જ કવિઓની માહિતી પણ નોંધેલી છે.

સંપાદકની નોંધમાં જણાવેલું છે કે ગમી જાય એવી કવિતા તો પસંદ કરી શકાય પણ તટસ્થ બનીને વાસ્તવિક રીતે જે શ્રેષ્ઠ હોય તે પસંદ કરવું કપરું છે. આ અંગત ગ્રહોને દૂર રાખીને આ સંપાદન કર્યું છે.

0

સામ્પ્રત સમયમાં જ્યારે વિશ્વભરની ભાષાઓના સાહિત્ય ઉપર અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ જોવા મળે છે ત્યારે ખુદ અંગ્રેજીની સામ્પ્રત કૃતિઓનો અભ્યાસ કરવો ખૂબ જ ઉપયુક્ત બની રહે છે. એમિલી બેરી દ્વારા થયેલું આ સંપાદન એ રીતે નોંધપાત્ર છે. સંપાદકે બ્રિટિશ કવિતાજગતના ખ્યાતનામ તેમજ નવોદિત કવિઓની કૃતિઓનું ઉમદા સંકલન કરેલું જણાય છે. આજનું બ્રિટિશ કવિતાજગત જેમાં મૂળ અફઘાની, ઈરાકી, આફ્રિકન તેમજ એશિયન કવિઓએ પણ પોતાની એક અલગ ઓળખ ઊભી કરી હોય એનું એક નવું જ ફલક અહીં રજૂ થતું જોવા મળે છે. આ કવિઓને આધારે સંપાદક બ્રિટિશ કવિતાવિશ્વના વિકાસ અને વ્યાપને પણ અમુક અંશે, આ સંગ્રહના માધ્યમથી રજૂ કરે છે. અહીં ઉત્તર-નારીવાદી કાવ્યો, શ્યામ લોકો દ્વારા લખાતાં બ્રિટિશ કાવ્યો તેમજ વિવિધ પ્રદેશો ને વિસ્તારોમાં રહેતા ઉપેક્ષિત લોકોનાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સંગ્રહની શરૂઆત ‘વાસાફીરી ન્યૂ રાઇટંગિ પ્રાઇઝ’ વિજેતા કવિ આરિયા એબરની First Generation Immigrant Childથી થાય છે. આ કવિતાના માધ્યમથી કવયિત્રી વ્યક્તિગત ઓળખ અંગેના પશ્ચિમ અને પૂર્વના દ્વંદ્વને અહીં પ્રતિબંિબિત કરે છે. આ કાવ્યમાં કવિ અમુક શબ્દોનાં પુનરાવર્તન કરીને સ્ત્રીના હોવાપણા પર – એના અસ્તિત્વ પર – પ્રશ્નાર્થ કરતાં જોવા મળે છે. કવિતાની મદદથી પોતાની આંતરિક ઊમિર્ઓને વાચા આપતાં તે કહે છે –

Sometimes, all I can think of/is how the Taliban tortured my mother/for being a feminist./She had to stand for thirty three days,/Tonge dead and freezing. (p. 1)

(ક્યારેક, હું એટલું જ વિચારી શકું છું કે/મારી માતાના નારીવાદી હોવાના કારણે જ/તાલીબાનીઓએ તેને કેવી યાતનાઓ આપેલી: સતત તેત્રીસ દિવસો સુધી/એને ઊભાં જ રહેવું પડેલું./જીભ એની થીજીને મરી ગયેલી.)

કાવ્યમાં આગળ વધતાં એ વિશેષ ક્રૂરતાનું તાદૃશ્ય નિરૂપણ કરતી જોવા મળે છે. જેના આધારે વાચક તાલીબાનમાં થતા અત્યાચારોનું વર્ણન ત્યાંની બીજી પેઢીના મુખેથી વ્યક્ત થતું અનુભવી શકે છે.

આવી જ રીતે સલીમા હીલ પોતાના પિતાની યાદમાં લખાયેલી કવિતા ‘My father’s smile’માં એક દીકરીની પોતાના પિતા પ્રત્યેની એક ઉત્કટ ઊર્મિ રજૂ થઈ છે. આ કવિતા The poetry paperમાં સૌ પ્રથમવાર પ્રકાશિત થયેલી. પોતાના પિતાના મનોબળને બિરદાવવા કવિ લખે છે કે,

‘He smiled with the smile of a man/undisturbed by love and to indiginities./ Whom nothing can deflect from his path/of being perfect till the end of time.’

(તેઓ એક મર્દાના સ્મિત સાથે હસ્યા/પ્રેમ અને એના અપમાનોથી વિચલિત થયા વગર/કે જેમને પોતાના ગંતવ્ય અંત સુધી પહોંચવામાં/કોઈ પણ વ્યક્તિ માર્ગમાંથી હટાવી શકે નહીં.’ (પૃ. 44)

જેસીકા સ્કોએલા રચિત Poems in which I watch Jane Brakhage Give Birth નારીવાદી અભિવ્યક્તિને એક નવા મુકામે લઈ જતી જોવા મળે છે. જેસીકાએ મેકગીલ યુનિવર્સિટીમાંના Poetics of the Image ઉપરના અધ્યયન દરમ્યાન બ્રખેજની ‘Window water Baby Moving’ નામની શોર્ટ ફિલ્મ જોયેલી, એ પરથી આ કવિતાની પ્રેરણા મળે છે. શારીરિક અને માનસિક અનુભવોને સંતુલિત કરતી પ્રસૂતિની ક્ષણ આ રીતે રજૂ થઈ છે:

‘Baby’s debut in bath water/head crowing and Jane has her mouth open/it’s as if the first baby of Earth/is being bornow.’

‘બાળકનું બાથના પાણીમાં અવતરણ/ઉરના ઉપસવાની સાથે જેનના જડબાનું/ખુલ્લું રહી જવું/એવું લાગે છે કે પૃથ્વી પરનું પ્રથમ બાળક હવે જન્મી રહ્યું છે.’ (પૃ. 107)

કાવ્યમાં આગળ જતાં કવિ Stream of Consciousnessનો પણ પ્રયોગ કરી બાળજન્મની ઘટનાને માનસશાસ્ત્રીની જેમ વર્ણવતાં જોવા મળે છે. કવિતાના અંત ભાગમાં કવિ કાવ્યરીતિનો પરિચય કરાવે છે,

Baby is four years old

how fast it all went by

when the film is not even ever yet.

‘બાળક હવે ચાર વર્ષનું થયું છે/ કેટલું ઝડપથી આ બધું પસાર થયું?/ જ્યારે આ ફિલ્મ હજુ પૂરી પણ નથી થઈ.’ (પૃ. 107)

મનોવૈજ્ઞાનિક વિશ્લેષણની દૃષ્ટિએ વિક્ટોરિયા ફિલ્ડની કવિતા ‘Mrs. Bagnall Explains Megnesium’ એક વિશિષ્ટ રચના છે. વિજ્ઞાનના અટપટા વિષયોને શીખતી વેળાએ વિદ્યાર્થીની માનસિક સ્થિતિનું વર્ણન કરતાં કવિ કહે છે કે,

‘Mandy yawned slowly,

only half-covering the lush, wet redness of her mouth.

The magnesium blazed with a light so white and so bright

The rest of us gasped,

and I nearly died.’

‘(મેન્ડીએ હળવાશથી બગાસું ખાધું/એનું ભરાવદાર, ભીની રતાશવાળું મુખ/અરધુંક જ ખૂલ્યું/ મેગ્નેશિયમનો આંજી દેતો શ્વેત ઉજ્જ્વળ પ્રકાશ/બાકીના સૌના શ્વાસ અદ્ધર થઈ ગયા/ને મારા તો લગભગ પ્રાણ જ ગયા.’)

આ જ પ્રકારના નારીવાદી લખાણની દૃષ્ટિએ Poems in whichનાં સહ-સંપાદક રેબેક્કા પેરી પોતાની કવિતા ‘apples are 1/4 air’માં પુરુષકેન્દ્રી વિચારધારાને પડકારતાં પોતાના સ્ત્રીસહજ સ્વભાવને કવિતાના માધ્યમથી ખૂબ જ સાહજિક રીતે આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. આ કાવ્યની પ્રેરણા તેમને ફ્રાંસના વનસ્પતિશાસ્ત્રી ચાર્લ્સ-ફ્રાન્કોઇઝ બ્રિસો ડી મીરબેલનાં, લિસિંસ્કા એમી મોરૂ નામની ખ્યાતનામ ચિત્રકાર સાથે થયેલાં લગ્ન પરથી મળેલી. આ પ્રમાણે એક વનસ્પતિશાસ્ત્રીના બારીક ઝીણવટથી ચિત્ર બનાવનાર ચિત્રકાર સાથેના લગ્નસંબંધની કલ્પનાને કવિ અહીં કાવ્યના માધ્યમથી નવી જ રીતે આપણી સમક્ષ રાખે છે.

‘how tedious to be a man, /so perpetually unchallenged he is making his own kind of language/only the plants comprehend/I paint flowers in miniature/he tells me this is theft… /is find joy only in the shrinking.’

(પુરુષ હોવું કેટલું નીરસ છે – કાયમ મોટા કશા પડકાર વિનાનું!/તે ખુદની જેમ જ એક એવી ભાષા રચે છે, જે માત્ર વૃક્ષો જ સમજી શકે./હું પુષ્પોનું લઘુ ચિત્રણ કરું છું/એ કહે છે આ નકલ છે; ચોરી!/મને તો આકુંચનમાં જ આનંદ મળે છે!)

આ જ રીતે અસ્તિત્વવાદનાં બે મુખ્ય ઘટકો જેવાં કે મૃત્યુ તેમજ વિજાતીય આકર્ષણના વિષયને લઈને મેલિશા હોગટન પોતાની કવિતા ‘I am very precious’માં સાંપ્રત સમસ્યાઓ તેમજ તેના વિવિધ અવઢવને વાચા આપતા પોતાના દીર્ઘ કાવ્યમાં આધુનિક વિશ્વમાં સ્ત્રીઓની મનોવેદનાના અનુભવો આલેખે છે. કવિતાના અંત ભાગમાં સ્ત્રી હોવા અંગેના ખૂબ જ અલગ પ્રકારના અનુભવનું કથન કરે છે.

‘The baby that died /took a small part of my heart/buried that baby /in the toilet of downstairs flat…’/Blood pours into all of my poems /like it floods….

(જે બાળક ગુજરી ગયું/તે મારા હૃદયનો એક નાનકડો હિસ્સો હતું/મેં તેને નીચેના મજલાવાળા ટોઇલેટમાં દફનાવી દીધું…./મારા સમગ્ર કાવ્યમાં રક્ત પૂરની માફક વહી રહે છે. (પૃ. 69)

કાવ્યમાં ઉત્તર આધુનિકતાનું પણ તાદૃશ્ય નિરૂપણ જોવા મળે છે. આધુનિક જીવનશૈલીથી ત્રસ્ત કવિ એ જીવનશૈલી પર એક પ્રકારનો મામિર્ક વ્યંગ કરતાં જોવા મળે છે. કવિતા અનેક રીતે ઉત્તર આધુનિક માનસિકતાને ઉત્કૃષ્ટ રીતે વાચકો સમક્ષ પ્રસ્તુત કરતી જોવા મળે છે.

મેલિશા એક સર્જક તરીકે પોતાની અંગત અનુભૂતિને જ કાગળ પર કંડારવામાં માને છે – બીજાંને પ્રેરક બનવા માટે.

ઇનુઆ એલ્લમસ નાઇજીરિયામાં જન્મેલા બ્રિટિશ કવિ, નાટ્યકાર તેમજ ગ્રાફીક ડિઝાઇનર છે. પોતાની કવિતાના માધ્યમથી આપણી સમક્ષ આફ્રિકાના સામાજિક જીવનને આજના બ્રિટિશ સંસ્કારો સાથે મૂલવીને એક નવી જ પ્રકારની કૃતિ રજૂ કરે છે. પોતાના મનની અસમંજસભરી સ્થિતિને કાવ્યના માધ્યમથી રજૂ કરતાં કહે છે –

‘Our inability to provide for those /we love, who love us,/we who still know nothing of what our lovers want,/now frightening it is to have nephews growing up, who want to be like us, /like men.’ (p. 37)

(આપણે જેમને ચાહીએ છીએ ને જેઓ આપણને ચાહે છે/તેમની કાળજી અંગેની આપણી અસમર્થતાને કારણે/આપણે હજુ પણ નથી જાણતા કે આપણને ચાહવાવાળા શું ઇચ્છે છે./અને હવે, ચિંતા થાય એવું તો એ છે કે/આપણા ભત્રીજાઓ મોટા થતા જાય છે/ જેઓ આપણા જેવા ‘પુરુષ’ બનવા તત્પર છે.)

આમ, ‘Swallow Twice’ નામનું આ કાવ્ય આપણને એક સાથે બે સંસ્કૃતિઓના, બે પેઢીઓના અસમંજસની સાથે સાથે આજના વિશ્વમાં ઉદિત થઈ રહેલી એક અલગ જ સંસ્કૃતિનો અનુભવ કરાવે છે.

આ પ્રમાણે Best of British Poetry 2015 આપણને બ્રિટિશ કવિતાના બદલાતા કલા-કસબને, સંવેદન અને વિષયોના વૈવિધ્યથી રજૂ કરે છે. એમીલી બેરીનું આ સંકલન ખરા અર્થમાં સાંપ્રત સમયની વેદનાને સંપાદનના માધ્યમથી સુઘોષિત કરે છે.

*

હરદીપસિંહ ગોહિલ

અંગ્રેજીના અધ્યાપક, ગુજરાત કોલેજ, અમદાવાદ.

અમદાવાદ.

hardeepsinh.r@gmail.com

94290 95797

*

License

અવલોકન-વિશ્વ Copyright © by સંપાદક – રમણ સોની. All Rights Reserved.