પાસ

                નિજનો આ નહીં રંગ
આવડો જે કંઈ ઓપ ચડ્યો તે પારસ હે તવ સંગ!

                મુજને તો હજી કાલ્ય લગી ક્યાં
                                જાણ હતી અરે સ્હેજ,
                ઝંખવાએલી કાય આ કો’ દિ’
                                ધરશે આવાં તેજ!
પડ્યો પ્રમાદે, કાટ ચડેલો કેટલો આખે અંગ!
                નિજનો આ નહીં રંગ…

                એવાં કોઈ ધનભાગ મારાં કે
                                પડખે કીધો વાસ,
                પરસનો નહીં દીધ પરિચય
                                તોય શો તારો પાસ!
કોડી શું ન’તું મૂલ એનું તેં લાખનું કીધું નંગ!

                નિજનો આ નહીં રંગ
આવડો જે કંઈ ઓપ ચડ્યો તે પારસ હે તવ સંગ!

૧૯૬૦

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book