કોમો : એક કાળું ધોળું શિયાળુ દૃશ્ય

પીગળ્યા સીસા સરીખા
જળ વિશે આડી પડેલી
સુસ્ત ભૂખર ડુંગરીને
અધવચેથી કાપતો
ચાલ્યો
ચળકતા ચપ્પુના
પાના સમો આ ‘અલીસ્કાફો’*

ને ઊભરતાં
ઘટ્ટ, કાળાં લોઢને હડદોલ
નિજી સુપ્તિથી
ચોંકી સફાળા ઊડતાં
સહુ ગલ તણે ચિત્કાર
બટક્યાં ચાંદની
ખરતી કરચ કંઈ
ચોદિશે ને પીગળ્યા સીસા સરીખા
જળ વિષે…

૧૯૯૨

  • બેય પડખાંનાં પાંખિયાં વડે જળ પરે અધ્ધર થઈ વેગે સરતી ‘લૉંચ’.

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book