ઓવારે

                હો ભલા! ભાગને નાહક ભાંડે
                                જંપ શેં વળે જીવને જ્યાં લગ
                                                કાળને બાંધ્યો કાંડે?!

                પલકનોયે થોભ ના જેની એકધારી તે દોડ્ય,
                રે અગળો એને મેલીએ ન તો ઢરડે જોડાજોડ્ય!
                જીવને જેવી ફાવટ એવી ચાલ્યને સાવધ માંડે!
                                હો ભલા! ભાગને નાહક ભાંડે…

                મારગે ધોરી હોય તો ભલે આંહ્ય ના એનું જોર,
                ને ભૂલેચૂકેયે તોર મહીં જો ફરુકે આણી કોર
                ભરી બપોરે સીમ અકેલી તેજલ તડકે બાંધે!
                                હો ભલા! ભાગને નાહક ભાંડે…

                દેખ વાગોળે ગોધણ એને છાંયડે ચારા સોત,
                ને આંહ્ય ઓવારે આવતાં-જતાં એઈ દેતાં કૈં ગોથ,
                જળ ભેળાં એને જાઈં ભરી અમીં ચળક ચળક હાંડે!
                                હો ભલા! ભાગને નાહક ભાંડે

૧૯૭૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book