હવા

બિલ્લી પગલે
હવા હળુકથી
અધબીડેલાં દ્વાર થકી
ડેલી બીચ
સરકી ના સરકી ત્યાં —

ઘરનાં સૂતાં શ્વાન સરીખા
ફડાક ઝબકી જાગ્યા ફરતે
નીમ તણા પડછાયા!

૧૯૯૦

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book