પ્રસવ

પડી પડી
અકળાય પાતળી
કલમ પ્રસવની વેણે…
ચિંતાતુર કંઈ
હાથ વિચારે
પાંચે આંગળિયે પસવારે.
વ્હાલે ફૂટડી કાય
સ્હાય તે કરવી શેણે?!

વેણ પરે શી વેણ,
કહીં તે જરી પડે ના ચેન,
કેટલી દૂર હજીયે
ઘડી પુનિત એ
અવસર કેરી?

પૂરી વેળ જનમ…
ને હેરે હાથ-કલમ
ઊભરતાં હેજે,
સાવ સુંવાળી કાગળ-સેજે,
શબદ રૂપાળા સૂતા ભીનેવાન
કાન શાં નમણા નાકે-નેણે!

૧૯૯૮

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book