ઉદ્ભવ

અગત્ય નથી
કોણ કોને અડ્યાનું.
બસ છે કેવળ બીના
કે આપણે જગવ્યો
એક સહિયારો કંપ —

સ્તબ્ધ,
નિબિડ શૂન્ય થકી,
અચરજનાં
અનગળ,
જગ ઉઘાડતો
લખલખ આનંદસ્રોત!

૧૯૯૦

License

છોળ Copyright © by પ્રદ્યુમ્ન તન્ના. All Rights Reserved.

Share This Book