કંકુ
Oh, mommy!
see
her forehead is bleeding!
અમેરિકન બાળકની
આ
નિર્દોષ ટકોર સાંભળી
કપાળે હાથ મૂકી દઉ છું…
મારી ખુલ્લી હથેળીમાં
કંકુ જોઈ
મને મારું સૌભાગ્ય સ્પર્શી જાય છે…
હમણાં જ મળેલાં
મને પ્રેમથી ભેટેલાં
મધર ટેરેસા યાદ આવી જાય છે.
આશીર્વાદ આપવા
કે
પરમાર્થ કરવા અશક્તિમાન
મારા હાથને સંતાડી રાખવા
હું મુઠ્ઠી વાળી દઉં છું
અને
મારા જ ભિડાયેલા નહોરથી
હથેળીનું કંકુ
રક્ત થઈ
ટપકવા માંડે છે…!