હું કંઈ નથી

હું કંઈ નથી
હું કોઈ નથી
હું કંઈ જ નહોતી.

પ્રગાઢ અસર વિનાની
બાહ્ય અને આંતરિક શૂન્યતામાં
ક્યાં લગી રાચવું?
તળિયા વિનાના ડબ્બામાં
શું સંઘરી શકાય?

છતાંય
મેં તો નીચે કોઈ ઝીલનારું છે એમ સમજી
મારી સઘળી ક્ષણોને ભેગી કરી.

એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતું કાવ્ય.

License

ઋણાનુબંધ Copyright © by પન્ના નાયક. All Rights Reserved.

Share This Book