[પદ]
આપ જ તાતજી! દોરો હવે મને આપ#
રોતો હું આપનો છોરો હવે#
જંગલમાં ભટક્યો બહુ ઘાટે, વાટે મળ્યા કાળા ચોરો —
હવે મને આપ જ તાતજી! દોરો.
રોતો હું આપનો છોરો હવે મને —
આપ જ તાતજી! દોરો.
ગર્ત બધે પડતો ઝરડાતો આવી શકું નહિ ઓરો —
હવે મને આપ જ તાતજી! દોરો.
રોતો હું આપનો છોરો હવે મને —
આપ જ તાતજી! દોરો.
Feedback/Errata