૩૭. પ્રણયની ખાતર જ પ્રણય

[મિસિસ બ્રાઉનિંગના એક કાવ્ય ઉપરથી]

સખે! મારી સાથે પ્રણય કરવો, તે પ્રણયના
વિના બીજા માટે નહિ, નહિ જ આવું મન કહી :
“સ્મિતો માટે ચાહું, દૃગ મધુર માટે, વિનયથી
ભરી વાણી માટે, અગર દિલના એકસરખા
તરંગોને માટે, અમુક દિન જેથી સુખ થયું!”
બધી એ ચીજો તો પ્રિયતમ! ફરી જાય, અથવા
તને લાગે તેવી; અભિમુખ અને તું પ્રથમથી
થયો, તે એ રીતે વિમુખ પણ રે! થાય વખતે!
અને આવાં મારાં જલભરિત લૂછે નયન જે,
દયા તારી, તેથી પણ નહિ, સખે! સ્નેહ કરતોઃ
રહે કાં કે તારી નિકટ, ચિર આશ્વાસન લહે.
ખુવે તે એ પ્રીતિ, સદય! નિજ આંસુ વીસરતાં!
ચહો વ્હાલા! માટે પ્રણય જ તણી ખાતર મને!
ગ્રહે કે જેથી એ નિરવધિ યુગોમાં અમરતા!
If thou must love me, let it be for nought
Except for love’s sake only. Do not say
“I love her for her smile… her look… her way
Of speaking gently… for a trick of thought
That falls in well with mine, and certes, brought
A sense of pleasent ease on such a day”—
For these things in themselves, Beloved, may
Be changed, or change for thee, ખ્ર્and love so wrought,
May be unwrought so. Neither love me for
Thine own dear piyt’s wiping my cheeks dry, —
Since one might well forget to weep who bore
Thy comfort long, and lose thy love thereby.
But live me for love’s sake, that evermore
Thou may’st love on through love’s eternity.

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.