૩૧. પુરાની પ્રીત

સ્વરો તારા મને મીઠા સદા લાગે વ્હાલી!
છતાં આત્મા સદા બીજા સ્વરો માગે વ્હાલી!

તને ચાહું હંમેશાં પોષતો આશા અંતર :
છતાં સંતોષ હાવાં ના બીજા રાગે વ્હાલી!

નહીં એ છે અજાણ્યો રાગ છેક તને બાલે!
સૂઝે તેવી સ્મૃતિ લહરી તટે વાગે વ્હાલી!

સખી! જો સાંભળે ઉસ્તાદની કૈં એ બાની;
સુખે ભ્રમભેદ આત્મા તો બધા ત્યાગે વ્હાલી!

અને બ્રહ્માંડમાં પ્રતિશબ્દ ફેલાતાં આખર
પુરાની પ્રીત સાચી સ્વપ્નથી જાણે વ્હાલી!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.