૪૮. કાર્ડિનલ ન્યૂમૅનની પ્રાર્થના

ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

આસપાસ અંધાર છે, રજની કાળી ઘોર!
દૂર રહ્યો ઘરથી ઘણો, પગમાં લેશ ન જોર!
ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

પદરક્ષા કરજો, પ્રભુ! પદ પર પાડી પ્રકાશ :
એક જ પદ માગું, નહિ આગળનો અભિલાષ :
ઓ સ્નેહજ્યોતિ! દોરોઃ દોરો : દોરો રે મને!

ન હતો આવો સર્વદા, ન હતો પ્રાર્થત આમ :
દોરો, તાત! દયા કરી, પહોંચું જેથી ધામ!
ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

માર્ગ નીરખવા ચાહતો, પસંદ કરવા તેમ :
પણ હાવાં પ્રાર્થું, પિતા! દોરો આપ જ એમ!
ઓ સ્નેહજ્યોતિ! દોરો : દોરો : દોરો રે મને!

The pillar of the Cloud
Lead, kindly light, amid the encircling groom.
Lead Thou me on!
The night is dark and I am far from hom,
Lead Thou me on!
Keep Thou my feet: I do not ask to see
The distant scene; – one step enough for me.

I was not ever thus, nor prayed that Thou
Shouldst lead me on!
I loved to choose and see my path; but now
Lead Thou me on!
I loved the garish day, and, spite of fears,
Pride ruled my will: remember not past years.
So long Thy power hath blest me, surા it still
Will lead me on,
O’er moor and fen, O’er crag and torrent, till
The night is gone;
And with the morn those angel faces smile,
Which I have loved long since, and lost awhile.

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.