૧૦૨. હિંદી વીરોને સંબોધન

[રાગ પહાડી : તાલ તિસ્રજાતિ દાદરા, તિસ્રજાતિ દીપચંદી તથા ચતુસ્રજાતિ ત્રિતાલ]

પ્રમાદને છોડી,
કીર્તી તરફ જોડી,
હૃદય સમરમાં ચડો,
આગ્રહથી દોડી;
પાછી પાની જરાયે ના ઘટેઃ

વીરો કશાથી ના ડરે લાખો શરો સામે!
દેશને બચાવવા કે લોકના ભલાને માટે,
જખમ કદી પડે, શ્રમ તનને ચડે,
છતાં અન્ય નહીં ધન્ય :
નવ ડરો, નવ ફરો, શ્રમ હરો,
ઉર ધરો, જય ખરો, નયન ત્યાં ચોડી!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.