૫૬. પ્રભુપ્રાર્થના

નમું : નમું : જગત્પિતા! નમું : નમું : નમું!
દયા કરો કે સર્વદા પદાંબુજે રમું!

આજ્ઞા પ્રમાણે દિલ મહીંના દ્વેષને દમું :
તે હું નહીં : હું તો ભવાટવી વિશે ભમું!

પાપોની સજા થાય તે નીચે પડી ખમું!
જિતાડો જગન્નાથ! શાંતિએ પછી શમું!

દુનિયામાં ભલે કોઈને હું દીન ના ગમુંઠ્ઠ
તમને ગમું જો તાત! તો ન કાંઈ તે સમું :

પ્રેરો! પ્રભો! પ્રસાદ તે રાજી થઈ જમું :
માગું નમી નમી આજ કે રસેશમાં રમું!

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.