૩૫. પ્રણયવચન માટે પ્રાર્થના

[મિસિસ બ્રાઉનિંગના એક કાવ્ય ઉપરથી]
કહે, કે ચાહે છે : ફરી ફરી કહે, કે જિગરથી
મને ચાહે છે તું : કવિવર! સુખેથી વચન એ
લખ્યું કાવ્યે તેવું પરાભૂત તણું કૂજન બને!

વિચારી લે, વ્હાલા! રસમય ટહુકા વગર એ
નદીતીરે, ખીણે, અગર ગિરિપૃષ્ટસ્થિત વને,
બધી લીલા સાથે નહિ કદી વસંત પ્રગટતી!

પડયાં દૈવી જેવાં મધુર વચનો કૈં શ્રુતિ પરે,
હતી અંધારે ત્યાં; પ્રિયતમ! પ્રતીતિ નહિ થતાં,
તને ચાહું છું, એ ફરી પણ કહે, એમ વીનવું.

કહે માટે, ચાહું, જિગર થકી ચાહું, પ્રસરતી
ભલે વાણી એ તો રજત જ ઝણત્કાર સરખી,
અને એકાંતોમાં પણ નહિ જતો માત્ર વીસરી!

Say over again and yet once over again,
That thou dost love me. Though the word repeated
Should seem ‘a cuckoo-song’, as thou dost treat it,
Remember never to the hill or plain,
Valley and wood, without here cuckoo-strain,
Come the fresh Spring in all her green completed!
Beloved, I, amid the darkness greeted
By a doubtful spirit-voice, in that doubt’s pain
Cry… Speak once more… thou lovest! Who can fear
Too many stars, though each in heaven shall roll—
Too many flowers, though each shall crown the year?
Say thou dost love me, love me. love me — toll.
The silver iterance! — only minding, Dear,
To love me also in silence, with thy soul.

License

Icon for the Public Domain license

This work (પૂર્વાલાપ by કાન્ત - મણિશંકર રત્નજી ભટ્ટ) is free of known copyright restrictions.

Feedback/Errata

Comments are closed.