સમો આવતાં – હસિત બૂચ

લોકનું તો ભઈ, એવું !
એક ઘડી એ કબૂતરાં
ને ઘડી અન્ય એ સાવજ;
મીણ સમાણાં પોચાં આ પળ,
પળ બીજી એ વજ્જર;
ચિપાઈ જાતાં અંગૂઠે,
ને ઊંચકે દુનિયા અધ્ધર !
“ખડે રહો !”ને બોલ થથરતાં હાથ જોડતાં લોક,
બોચી પરનો બોજ ખમીને રસ્તે પળતાં લોક,
– સમો આવતાં
પલક એકમાં
દિયે કરી તોતિંગ ભોગળો કોટ અડીખમ ફોક ! –
પડો કાળનો : કો’ક સાંભળે, કાન ધરે ના કો’ક.

હસિત બૂચ

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.