જીવ ન ચાલ્યો – જગદીશ ચાવડા

શશિભૂષણ બંદ્યોપાધ્યાય સરકારી વકીલ હતા. વૈશાખ માસના એક દિવસે બપોરે બે વાગ્યે તે એમના વેવાઈને ગામ જવા નીકળ્યા. જે કામ સારુ એ નીકળ્યા હતા તેમાં એમની પોતાની હાજરીની જરા પણ જરૂર ન હતી. એકાદ ચાકરને ચિઠ્ઠી આપીને મોકલ્યો હોત તો ચાલત. એટલે વેવાઈને ઘેર પહોંચ્યા ત્યાં કોઈએ એમને પૂછયું, “આટલા અમથા કામ માટે આવી વરસતી લૂમાં આપે જાતે શા સારુ ધક્કો ખાધો ?”
જવાબમાં શશિભૂષણબાબુ બોલ્યા, “પહેલાં તો વિચાર આવ્યો કે એકાદ નોકરને મોકલું; પણ પછી જોયું કે તડકો બહુ આકરો છે, એટલે કોઈ નોકરને મોકલતાં મારો જીવ ન ચાલ્યો.”

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.