જનાર્દન જોવા છે ? – એકનાથ

સાખર દિસે પણ ગોડી ન દિસે : તી કાય ત્યાં વેગળી અસે ?
તૈસા જનીં આહે જનાર્દન : તયા તેં પહાવયા સાંડી અભિમાન !

કાપુરા અંગી પરિમળુ ગાઢ : પાહતાં ઉઘડા કેવી દિસે ?
તૈસા જનીં આહે જનાર્દન : તયા તેં પહાવયા સાંડી અભિમાન !
પાઠપોટ જૈસે નાહીંચ સુવર્ણા : એકા જનાર્દની ત્યાપરી જાણા !

સાકર દેખાય છે, પણ મીઠાશ નથી દેખાતી; પરંતુ તેથી એ કાંઈ તેનાથી અલગ થોડી જ છે ? એ જ રીતે જનતાની અંદર જનાર્દન વસેલો છે; તેને અભિમાન ત્યજીને જ જોઈ શકાય.
કપૂરની અંદર ગાઢ પરિમલ ભરેલો હોય છે, પણ તે નજરે દેખાય કેવી રીતે ? એ જ રીતે જનતાની અંદર જનાર્દન વસે છે; તેને અભિમાન છોડીને જ જોઈ શકાય. સુવર્ણને જેમ પેટ કે પીઠનો ભેદ નથી, તળેઉપર બધે કેવળ સુવર્ણ જ છે, તેમ જનાર્દનનું પણ જાણો.

એકનાથ

[જમીનવિહોણા ગરીબો માટે ભૂદાન મેળવવા વિનોબા ભાવેએ 1951માં આરંભેલી દેશની પદયાત્રા દરમિયાન મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતી વેળા ટાંકેલું પદ.]

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.