એક વારનું ઘર – જયન્ત પાઠક

આ આપણું એક વારનું ઘર :…
આપણાં એક વારનાં ચળકતાં ગીતો
ચુપચાપ કટાય છે આ હીંચકાનાં કડાંમાં;
આપણી પગલીઓ અહીંતહીં રઝળે છે
ઓટલાની ઊખડેલી ઓકળીઓમાં;…
કોઢના ખીલા
ઢીલા ઢીલા મૂગા મૂગા
સુક્કું ઘાસ વાગોળે છે;
– લીલારો ચરવા આપણી ગાય
આઘેના વગડામાં નીકળી ગઈ છે,
બા એને અંધારામાં ખોળે છે –

જયન્ત પાઠક

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.