“અમારો અવતાર !”

આ માનવીઓની મુસીબતો વિશે કોઈ પૂછપરછ કરે તો એની સાથે વાત કરવાની પણ ઇચ્છા તેમને થતી નથી. સતત સંઘર્ષ અને અંગત ફફડાટથી ઘેરાયેલા એમના સમસ્ત અસ્તિત્વને પરિણામે પોતાની આસપાસ દુશ્મનાવટ – માનવીની કે કુદરતની દુશ્મનાવટ – સિવાય બીજું કશું એ કદાચ કલ્પી શકતા નહીં હોય. અથવા, એમની વચ્ચેથી કોઈ રડયુંખડયું ક્લેવર આપણી હાજરીની નોંધ લેવાનું નક્કી કરે તો, ઊભું થઈને, લાકડાની ઘોડી જેવા અકડાયેલા પગે ડગલું ભરતું આપણી દિશામાં એ આવે છે અને જુસ્સાભેર પોતાનાં અંગ આમતેમ હલાવતાં હલાવતાં કહે છે : “ખુદાની કસમ ! આમાં વાંક તો અમારો જ છે. સરકાર બિચારી એમાં શું કરે ? કમબખ્ત અમારો અવતાર જ એવો છે કે બીજે ક્યાંય અમે પોસાઈએ જ નહીં !”

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.