એ પાપ ધોઈ નાખવા – કાકા કાલેલકર

હું આપણી સંસ્કૃતિનો ભક્ત છું. સહેજે નિંદા ન કરું. પણ હું કહું છું કે જે દ્રોણાચાર્યે પાંડવો અને કૌરવોને તૈયાર કર્યા તે જ દ્રોણાચાર્યે દૂર રહીને એમની વિદ્યા લેનાર એક ભીલ કિશોરને કહ્યું કે, “તું આર્ય નથી, અનાર્ય છે. તું મારી પાસેથી વિદ્યા શીખ્યો છે, માટે ગુરુદક્ષિણા તરીકે તારો અંગૂઠો કાપી આપ.” એ જો અંગૂઠો જ કાપી આપે, તો પછી ધનુર્વિદ્યા કામ શું આવે ? કેટલી એમની દુર્જનતા ! ભેજું કેટલું દુષ્ટ થયું !… તે પાપ ધોઈ કાઢવા આપણે અનેક જન્મો સુધી પછાત વર્ગોની, હરિજનોની અને આદિવાસીઓની સેવા કરવી રહી.

કાકા કાલેલકર
[વેડછીમાં ગાંધી વિદ્યાપીઠનું ઉદ્ઘાટન કરતાં : 1967]

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.