જે કાંઈ સાંભળીએ કે માનતા હોઈએ તે બધું બીજાને કહેવાની ઉતાવળ ન કરવામાં ડહાપણ છે.
જાણે કે આજે જ મૃત્યુ આવવાનું હોય એમ માનીને તમારું દરેક કાર્ય ને દરેક વિચાર કરો.
ઈશ્વરના દરબારમાં, તમે શું વાંચ્યું છે એ નહીં પુછાય, પણ તમે શું કર્યું છે એ પુછાશે; કેટલાં છટાદાર ભાષણ કર્યાં છે એ નહીં પુછાય, પણ કેટલું પવિત્રા જીવન જીવ્યા છો એ પુછાશે.
માનવમાત્રા પ્રત્યે આપણે સદ્ભાવ ભલે રાખીએ, પણ બધાની સાથે અતિપરિચય ઇચ્છનીય નથી. કેટલીક વાર એવું બને છે કે અંગત રીતે આપણાથી અપરિચિત વ્યક્તિની આપણા મનમાં ખૂબ પ્રતિષ્ઠા હોય, પણ જ્યારે તેમની નજીક જઈએ છીએ ત્યારે એ છાપ ઓસરવા માંડે છે. તે જ રીતે, કેટલીક વાર આપણે એમ ધારતા હોઈએ છીએ કે આપણી સોબત બીજાઓ માટે આનંદદાયક હશે; જ્યારે ખરી રીતે આપણા વર્તનથી તે દુભાતા પણ હોય.
ટોમસ આ કેમ્પીસ (અનુ. નટવરલાલ પ્ર. બુચ)
[‘ઈસુને પગલે’ પુસ્તક]
Feedback/Errata