આપવું એટલે – સુખબીર

આપવું એટલે ઉદારતા વધુ આપવામાં નહીં, પરંતુ સમયસર આપવામાં રહેલી છે.

અને ‘આપવા’નો અર્થ ફક્ત કોઈ વસ્તુ આપવા પૂરતો નથી. મધુર સ્મિત, પ્રેમાળ વાણી અને લાગણીભરેલો સ્પર્શ – એ પણ એક જાતનું દાન જ છે. રશિયન લેખક તુર્ગનેવની એક વાર્તામાં એક માણસ, ભિખારીને આપવા માટે પોતાના ખિસ્સામાં કાંઈ જ ન હોવાને કારણે એની સાથે હાથ મિલાવે છે, ત્યારે ભિખારી હસીને કહે છે કે, આ પણ એક દાન જ છે ને !.

સુખબીર

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.