અમારે ઘર હતાં… – ઝવેરચંદ મેઘાણી

અમારે ઘર હતાં, વ્હાલાં હતાં, ભાંડું હતાં, ને
પિતાની છાંય લીલી, ગોદ માતાની હતી યે….
બધી માયા-મહોબ્બત પીસતાં વર્ષો વીતેલાં,
કલેજાં ફૂલનાં, અંગાર સમ કરવાં પડેલાં….
સમય નો’તો પ્રિયાને ગોદ લૈ આલિંગવાનો,
સમય નો’તો શિશુના ગાલ પણ પંપાળવાનો,
સમય નવ માવડીને એટલું કહેતાં જવાનો :
“ટપકતા આંસુને, ઓ મા ! સમજજો બાળ નાનો !”

ઝવેરચંદ મેઘાણી

License

અરધી સદીની વાચનયાત્રા - ૧ Copyright © by સંપાદકઃ મહેન્દ્ર મેઘાણી. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.