ખમ્મા ! વીરાને જાઉં વારણે રે લોલ :
મોંઘામૂલો છે મ્હારો વીર જો ! – ખમ્મા. …
આંગણે ઉજાસ મ્હારે સૂર્યનો રે લોલ :
ઘરમાં ઉજાસ મ્હારો વીર જો ! – ખમ્મા. …
દેવે દીધી છે મ્હને માવડી રે લોલ :
માવડીએ દીધો મ્હારો વીર જો ! ખમ્મા !
વીરાને જાઉં વારણે રે લોલ.
ન્હાનાલાલ દ. કવિ
Feedback/Errata