૬૨. આયો મેહુલિયો !

આયો, મેહુલિયો આયો !
હે જી ધરતીનો ભઈ લો આયો :
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
શી શી વીરપસલી લાયો ?
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
લીલૂડી સાડી લાયો;
ઝરણાંનાં ઝાંઝર લાયો;
એ તો આલી આલીને મલકાયો :
મેહુલિયો આયો, મેહુલિયો આયો !
બે’ની સાથ કરે વાત,
ટમટમટમ, ઘણી રાત:
એના હૈયે ઉમંગ એનો ગાયો,
મેહુલિયો આયો, મેહુલિયો આયો !

License

બારી બહાર Copyright © by પ્રહલાદ પારેખ. All Rights Reserved.